Beautiful life beautiful destiny
જિંદગી ખૂબ સુંદર છે
ખરેખર ખૂબ સુંદર છે
પણ જો દ્રષ્ટિ સુંદર બની જાય
તો જિંદગી જન્નત જેવી બની જાય
જિંદગી ને ખુદ ને પણ જીવવું તો હોય જ છે
તો આપણે જિંદગી ને જીવાડીયે
અને જિંદગી આપણને જીવાડશે
માણસ ખુદ ક્યારેક ખુદ માટે અભિશાપ બની જાય છે
ક્યારેક લાગણીઓ એને એના પ્રવાહ માં ખેંચી જાય છે
તાણી જાય છે.
ડુબાડી જાય છે
તણાઈ કે ડૂબી ગયા પછી અહેસાસ થાય છે
પણ તેથી શુ?
પુર આવ્યા પછી પાળી ની શુ કિંમત?
કિસ્મત ને દોષ દેતા બેસી રહેવાનું
કે પછી કિસ્મત ને બદલવા માટે દોડ્યા કરવાનું
દરેક વસ્તુ આપણા ઉપર નિર્ભર છે..
આપણું મન દુનિયા નું સૌથી ચમત્કારિક ઈલાજ છે
મન પાસે અદભુત શક્તિ ઓ છે
બસ મન ને દિશા બતાવવી પડે...
એ માટે ખુદ પોતે ગતિ વિશે નું જ્ઞાન મેળવવું પડે
જીવન ને આબાદ કરનાર પણ પોતે અને બરબાદ કરનાર પણ પોતે...
પણ આરોપ હમેશા બીજા ઉપર જ લાગતો હોય છે
કા તો કોઈ વ્યક્તિ હોય કે કા તો સમય કે પરિસ્થિતિ
પોતાનો કોઈ વાંક કે ગુનો ક્યારેય પણ હોતો જ નથી
પણ જો થોડી સમજ કેળવી ને પોતાની અંદર પડેલ ખામી ને મરજીવા ની જેમ ગોતી ને સુધારવા નો પ્રયત્ન કરીશું તો ચોક્કસ જીવન સુંદર, શુશોભીત અને આકર્ષક બની શકશે...
જીવ્યા એટલું નથી જ જીવવાના..
તો પછી ફરિયાદો કરી ને જીવવું
એની કરતા just જીવી લેવું
તરવું કે તારવું પોતાના જ હાથ માં છે
- માનસી
Wísh Yøü Åll Thé Bést
ReplyDelete